Breaking

Saturday, 23 March 2024

શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી.

      

 શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી.

તારીખ : ૨૩-૦૩-૨૦૨૪નાં શનિવારના દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

બાળકો ઘરેથી રંગો અને પિચકારી લાવ્યા હતા. જેઓ એકબીજા પર રંગો લગાવી આનંદ માણ્યો હતો. જેમાં  બાલવાટિકા અને ધોરણ ૨થી૮નાં બાળકોએ ભાગ લીધો હતો.તેમજ શિક્ષકો દ્વારા પણ બાળકોને રંગ લગાવી ધુળેટીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

શામળા ફળિયા પ્રાથમિક શાળાનો દીકરો હેત્વિક પટેલ કે જે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ગઈ વર્ષે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી એક હાથ અને એક પગ ગુમાવ્યો હતો. જે આજના ધૂળેટી પર્વમાં ભાગ લઈ અમારી ખુશી ઓર વધારો કર્યો હતો. શાળાનાં બાળકો અને શિક્ષકો દ્વારા તેમનાં મુખે  રંગ લગાવી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. હેત્વિક પટેલ આ ધૂળેટી પર્વની ઉજવણીમાં  ભાગ લઈ તે આજે ઘણો ખુશ જોવા મળ્યો હતો. 

શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલે હોળી અને ધૂળેટીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.




No comments:

Post a Comment