રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ:૨૯/૧૨/૨૦૨૩નાં દિને રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો.આનંદમેળાના ઉદ્ઘાટક તરીકે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલને પ્રમુખનું સ્થાન આપવામાં આવ્યું હતું. ગામના સરપંચ શ્રીમતી દીપિકાબહેન તેમજ એસએમસીના અધ્યક્ષ હિતેશભાઈ તેમજ એસએમસી ના સભ્યો હાજર રહ્યા હતા. આ આનંદ મેળામાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ૨૩ પ્રકારના જુદાં જુદાં સ્ટોલ ઉભા કર્યા હતા. મોટી સંખ્યામાં ગામજનોએ આનંદ મેળામાં ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય શ્રી પ્રવિણભાઈ પટેલ સાહેબશ્રીએ સૌનો આભાર માન્યો હતો.
No comments:
Post a Comment