Breaking

Saturday, 23 December 2023

ખેરગામ કુમાર શાળા ખાતે આનંદમેળો યોજાયો.

             

 ખેરગામ કુમાર શાળા ખાતે આનંદમેળો યોજાયો.

તારીખ : ૨૦-૧૨-૨ ૦૨૩નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. ખેરગામ કન્યાશાળામાં આનંદ મેળો યોજાયો.

આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ખાણીપીનીના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. શાળામાં કુલ ૩૦ જેટલા જુદાજુદા સ્ટોલમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉંબાડીયું પાનીપુરી, વડાપાવ ભૂંગળા બટાકા સરબત મસાલાછાશ તરબૂચ ચાઈનીઝ ભેળ ખીચું મંચુરિયન કમરક વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

સ્ટોલનું સમગ્ર સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળાના આયોજનથી બાળકને નાણાંકિય લેવક દેવળનું પ્રત્યક્ષ જ્ઞાનુ મળે નફો- ખોટ વિશે બાળક પ્રત્યક્ષ અનુભવ કરે. અને બાળકમાં આત્મ વિશ્વાસ પેદા થાય તે ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શાળાના SMC ના સભ્ય ખેરગામ કેન્દ્રશિક્ષકશ્રી/બીટ નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ તેમજ શાળા આચાર્ય શ્રી ભરતભાઈ સુથાર તથા સ્ટાફગણ અને વાલીગણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.









No comments:

Post a Comment