Sunday, 3 December 2023

ખેરગામની કુમાર શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.

                           

ખેરગામની કુમાર શાળા  ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.

તારીખ : ૦૩-૧૨-૨૦૨૩ના રવિવારના દિને ખેરગામની કુમાર શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. 

કુમાર શાળાના પટાંગણમાં ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત સદસ્ય ભીખુભાઈ આહિર, પૂર્વેશભાઈ ખાંડાવાલા (અધ્યક્ષશ્રી સામાજીક ન્યાય સમિતિ તા.પં. ખેરગામ), ભૌતેશભાઈ કંસારા,ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝરણાબેન પટેલ, ખેરગામ ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ પટેલ, માજી સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી.વિરાણી, ખેરગામ મામલતદારશ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ, અન્ય અધિકારીગણ, ખેરગામ તલાટીકમમંત્રીશ્રી પ્રભાતસિંહ પરમાર,  ગ્રામપંચાયતના સભ્યો, ગામના આગેવાનો, શાળાનાં શિક્ષકો, બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


 ખેરગામ કુમાર શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને નુક્કડ નાટક રજુ કર્યું હતું જ્યારે કન્યા શાળાની દીકરીઓ દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા. તેમજ ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને અધિકારીગણનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગ્રામ્યકક્ષાએ ભ્રમણ કરી જનકલ્યાણકારી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. આ  કાર્યક્રમમાં સરકારની લોકો માટેની કલ્યાણકારી  યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.

મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજુ કરી સરકાર પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો.






No comments:

Post a Comment