Breaking

Friday, 24 November 2023

પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને LTPCT નાં સહયોગથી કોમ્પુટર ઈન્સ્ટ્રક્ટરની પાંચ દિવસીય તાલીમ યોજાઈ.

               


પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને LTPCT નાં સહયોગથી કોમ્પુટર ઈન્સ્ટ્રક્ટરની પાંચ દિવસીય તાલીમ યોજાઈ.

તારીખ : ૨૦-૧૧-૨૦૨૩ થી તારીખ ૨૪-૧૧-૨૦૨૩ દરમ્યાન Pratham Infotech Foundation , SAP Private LTD અને LTPCT ના સહયોગથી ખેરગામ કુમાર શાળા ખાતે પાંચ દિવસીય તાલીમ યોજાઈ હતી.

જેમાં Pratham Infotech Foundation , SAP Private LTD અને LTPCT ના સહયોગથી નવસારી અને ડાંગ ની કુલ ૨૬૧ શાળાઓમાં code unnati program દ્વારા કોમ્પુટર શિક્ષણની તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી ખેરગામ બ્લોકની  કુલ ૪૯ primary અને secondary શાળાઓનો સમાવેશ થાય છે. આ કોમ્પ્યુટરની તાલીમમાં  કોમ્પ્યુટર શિક્ષકઓ ૫ દિવસની તાલીમ દ્વારા બીજા સત્રના અભ્યાસક્રમ અંગે પ્રેક્ટિકલ અને થીયરી સ્વરૂપે તાલીમ મેળવી હતી. આ પાંચ દિવસ દરમ્યાન તમામ તાલીમાર્થીઓ પૂરી લગન અને એકાગ્રતાથી તાલીમ લેતા જોવા મળ્યા હતાં. પાંચેય દિવસ  દરમ્યાન તાલીમાર્થીઓની૧૦૦ ટકા હાજરી જોવા મળી હતી. તાલીમ તજજ્ઞશ્રીઓ દ્વારા પણ વિવિધ તકનિકી દ્વારા તાલીમ આપતા જોવા મળ્યા હતા.



No comments:

Post a Comment