Saturday 25 November 2023

તળાજા તાલુકાના સોસિયા ગામની દીકરી રેસલિંગમાં વિશ્વ ચેમ્પિયન બની.

                   

તળાજા તાલુકાના સોસિયા ગામની દીકરી રેસલિંગમાં વિશ્વ ચેમ્પિયન બની.

 ઉષાબેનની સફળતાનનું શ્રેય સોસિયા પ્રાથમિક શાળાના શિક્ષક  ગોહિલ પ્રદીપસિંહ સુખદેવસિંહ અને આઈ. એસ. પરમાર તથા શાળા પરિવારના ફાળે. 

કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના  નાનકડા એવા સોસિયા ગામની દીકરીએ સાબિત કરી દીધું છે. વિકલાંગ પિતાની દીકરીએ રસલીંગમા અનેક દેશોની સમક્ષ છોકરીઓને પછડાટ આપીને વિશ્વ ચેમ્પિયન બની છે. પહેલા રાજય,રાષ્ટ્રીય અને વિશ્વ લેવલે ગોલ્ડ મેડલ લાવીને અહીંની શાળા સહિત તળાજા પંથકમાં અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ છે.જેમને આ સંદેશ આપ્યો છે.

રશિયા મુકામે યોજાયેલ વર્લ્ડ ચેપલીંગ રેસલિંગ) ચેમ્પિયનશીપમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનું અને સોસિયા ગામનું ગૌરવ વધારનાર બારૈયા ઉષાબેન મનજીભાઈ કે જેઓનું પ્રાથમિક શિક્ષણ સોસિયા પ્રાથમિક શાળામાં કર્યું.

ધોરણ ૧ થી ૬ સુધીના અભ્યાસમાં ખો-ખો અને એથ્લેટિક્સમાં ખૂબજ સારું પ્રદર્શન કરી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ DLSS સ્પોર્ટ્સ સ્કૂલમાં ટ્રાયલ આપી પસંદ થયેલ.

જેમાં તેઓને દેવગઢ બારિયા DLSS સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન મળેલ. DLSS સ્પોર્ટ્સ સ્કૂલમાં ખેલાડીઓને રહેવા, જમવાનું, શિક્ષણનું અને રમત ગમતની તાલીમ રાજ્ય સરકાર દ્વારા ફી આપવામાં આવે છે. DLSS સ્પોર્ટ્સ સ્કૂલમાં ૭ થી ૧૨ ધોરણના અભ્યાસ દરમિયાન રાજ્ય અને દેશ લેવલે રેસલિંગમાં અનેક વખત ભાગ લીધો હતો. 

વર્ષ ૨૦૨૨ માં અયોધ્યા મુકામે યોજાયેલ રેસલિંગ સ્પર્ધામાં રાષ્ટ્રીય લેવલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ ૨૦૨૩ માં હરિયાણા મુકામે યોજાયેલ રેસલિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતી. રશિયા મુકામે યોજાનાર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પસંદગી પામ્યા હતા. જ્યાં તેઓએ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી ૪૩ કે. જી રેસલિંગ કેટેગરીમાં વિશ્વનાં અનેક દેશોના સ્પરધકોને હરાવીને રેસલિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 

રશિયા ખાતે યોજાયેલ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતમાંથી કુલ બાર દીકરીઓ દીકરીઓ પસંદ થયેલ હતી. જેમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડનાર ગુજરાતની આ એકમાત્ર દીકરી છે. 

જે એક સામાન્ય પરિવારની દીકરી છે. જેનાં પિતાજી બંને પગે વિકલાંગ છે અને માતા પણ મૂંગા છે. અને માતા પિતા બંને છુટક મજુરી કામ કરે છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત, ગુજરાત અને સોસિયા ગામનું ગૌરવ વધારનાર બારૈયા ઉષાબેનનું સામૈયું ગામજનો દ્વારા કરવામાં આવ્યુ હતુ. 

આ દીકરીનું શૂન્યમાંથી સર્જન કરનાર અને પાયાની રમત ગમતની તાલીમ આપનર સોસિયા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોહિલ પ્રદીપસિંહ સુખદેવસિંહ અને આઈ. એસ. પરમાર તથા સ્કૂલના સ્ટાફે પાયાની મહેનત કરેલ. DLSS સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન માટે ખેલમહાકુંભ સારું પ્રદર્શન કર્યું હોઈ તેવા ખેલાડીઓની ટ્રાયલ લેવાય છે જેમાં પ્રથમ જીલ્લા કક્ષાએ સાત પ્રકારના બેટરી ટેસ્ટ લેવાય છે અને પછી એમાં પાસ થયેલ ખેલાડીઓના રાજ્ય કક્ષાએ બેટરી ટેસ્ટ લેવાય છે. અને રાજ્ય કક્ષાએ પાસ થયેલ ખેલાડીઓને મેરિટના આધારે DLSS (ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ )મા એડમિશન આપવામાં આવે છે.

No comments:

Post a Comment