તારીખ : ૧૧-૦૮-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં દેશના શહીદોને તથા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તખ્તીનુ અનાવરણ કરવામાં આવ્યુ તથા ધ્વજવંદન કરવામાં આવ્યું ,પ્રતિજ્ઞા લેવામાં આવી અને ગામના રત્ન એવા સીઆરપીએફ આર્મી બીએસએફ તથા પોલીસના જવાનોનું સન્માન કરવામાં આવ્યું
નારણપોર ગામની અંદર આર્મીના જવાન મુકેશભાઈ પટેલ તેમનો રેન્ક નાયક નિવૃત્ત આર્મી ઓફિસર, સીઆરપીએફ જવાન ગોવિંદભાઈ પટેલ તથા બીએસએફના જવાન નિરંજનભાઇ એમ પટેલ જેમની ડ્યુટી હાલમાં ચાલુ છે તમામ વીરોનું સન્માન કરવામાં આવ્યું
શાળાની અંદર સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો હતો જેમાં 300 જેટલા લોકોએ સેલ્ફી લઈ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો
No comments:
Post a Comment