Saturday, 12 August 2023

ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત માટીને નમન અને વીરોને વંદન કાર્યક્રમ યોજાયો.

 


આજરોજ તા.11/08/2023 ના દિને ધરમપુર તાલુકાના સમરસ ગ્રામ પંચાયત મોટીઢોલ ડુંગરી ખાતે મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમમાં ધરમપુર TDO શ્રી મહેન્દ્ર હાથીવાલા સાહેબ ખાસ હાજર રહ્યા હતા. 

જ્યાં વીરોને સમર્પિત શિલાફલકમના લોકાર્પણ બાદ પંચ પ્રાણ પ્રાતિજ્ઞા લેવામાં આવી હતી અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગામના ધરમપુર ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજવતા અર્જુનભાઇ અને SRP માં ફરજ બજવતા વીણાબેનનું ગામના તલાટીશ્રી ડેપ્યુટી સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ દ્વારા સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ગ્રામ પંચાયત ખાતે ગામના વડીલ શ્રી કીકાદાદાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું


જ્યાં ધરમપુર તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલ, તલાટી કમ મંત્રીશ્રી જયેશભાઇ,ગામના માજી સરપંચશ્રી નવીન પવાર,ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમભાઈ,ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રી ઓ તમામ માજી સભ્યશ્રીઓમાં,SMC અધ્યક્ષ અનિલભાઈ, શિક્ષણવિદ્દ પ્રદિપભાઈ,રાજુભાઇ અને SMC ના તમામ સભ્યશ્રીઓ,શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો,પોલીસ વિભાગમાંથી હીરેનભાઈ, સ્વચ્છતામાંથી હિતેશભાઈ, મનરેગામાંથી પંકજભાઈ, મિશન મંગલમમાંથી અરુણાંબેન,આરોગ્યમાંથી વિજયભાઈ,અરુણા બેન,વાસ્મોમાંથી મહેન્દ્ર ભાઈ,ગ્રામસેવક સરિતાબેન,આંગણવાડી અને આશાવર્કર બહેનો અને મોટી સંખ્યામાં ગામના વડીલો યુવાનો માતાઓ બહેનો હાજર રહ્યા હતા.

No comments:

Post a Comment