Monday, 7 August 2023

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                      


ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. 

                         જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ્રથમ ક્રમાંક  અને બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની નિયતિ મનોજભાઈ પટેલ ધોરણ -૭ પ્રથમ ક્રમાંક  મેળવી હવે તેઓ જિલ્લા કક્ષાએ કલા ઉત્સવમાં ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

                       આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, નવસારી ડાયટનાં લેક્ચરરશ્રી ડૉ. પ્રકાશભાઈ પટેલ,  ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ,ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ ચૌહાણ, ખેરગામ તાલુકાના કેળવણી નિરીક્ષક શ્રી તથા કુમાર શાળા ખેરગામના આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ સી.આર.સી ભાવિકાબેન પટેલ. પાટી સી.આર.સી. ટીનાબેન પટેલ ખેરગામ બી.આર.પી નિમિષાબેન આહિર.  મુખ્ય શિક્ષકો, અને શિક્ષકો હાજર રહ્યા હતાં.




No comments:

Post a Comment